Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Allegations that the principal is receiving salary

VIDEO/ Surendranagar: આચાર્ય 3 વર્ષથી શાળામાં ગેરહાજર છતાં પગાર લેતા હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Surendranagar News: સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં ભૂતિયા આચાર્ય મુદ્દે ભવાનીગઢ ગામના ગ્રામજનોએ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. આચાર્ય શાળાએ ન આવતા હોવા છતાં પણ 3 વર્ષથી પગાર ચૂકવાઈ રહ્યો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો.

App Store

સુરેન્દ્રનગરના ભવાનીગઢ ગામની સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી આચાર્ય હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આચાર્ય શાળામાં હાજર નથી રહેતો તે છતાં પણ તેનો પગાર શિક્ષણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. બીજી તરફ ભવાનીગઢ ગામે માધ્યમિક શાળા પણ કોમ્યુનિટી હોલમાં ચાલી રહી છે. તાત્કાલિક અસરથી આચાર્ય ઉપર પગલા ભરવા માંગ કરવામાં આવી છે.