VIDEO/ Surendranagar: વળતર મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન 70 વર્ષના ખેડૂતની તબિયત લથડતાં માહોલ ગરમાયો

સોર્સ : GSTV
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ૭૬૫ કે.વી. વીજ લાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે એક વયોવૃદ્ધ ખેડૂતની તબિયત લથડતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રતીક ઉપવાસ પર બેઠેલા ૭૦ વર્ષના ખેડૂત ઘોઘાભાઈ ડાયાભાઈ ચિત્રાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો આકરા પાણીએ થઈને અનશન પર ઊતર્યા છે. તેવામાં અગ્રણી ખેડૂતની તબિયત બગડતાં આ વિરોધ પ્રદર્શન આગામી સમયમાં વધુ તેજ બને તેવી શક્યતા સેવાઈ રહી છે.

