Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO/ Normal rains expose the system's claims

VIDEO/ SURENDRANAGAR: સામાન્ય વરસાદે તંત્રના દાવાઓની ખોલી નાખી પોલ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે પડેલા માત્ર અડધા ઈંચ વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. મનપા દ્વારા કરોડોના ખર્ચે કરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે અને તંત્રના મોટા-મોટા દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે.

૩૦થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ

વરસાદને કારણે રતનપર, વઢવાણ અને જોરાવરનગર વિસ્તારની અંદાજે ૩૦થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરો અને આંગણામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે અને પરિવારોએ આખી રાત જાગીને વિતાવવી પડી હતી. સવારે પણ રસ્તાઓ પાણીમાં ડૂબેલા હોવાથી રોજિંદી પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર ખોરવાયો હતો.

જનતાનો આક્રોશ અને અધિકારીઓનો બચાવ

આ પરિસ્થિતિથી નારાજ સ્થાનિકોએ મનપા કચેરીએ હોબાળો મચાવી સવાલ કર્યો છે કે કરોડો રૂપિયા ક્યાં વપરાયા? લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આ મામલે તપાસ અને પાણીના તાત્કાલિક નિકાલની માંગ કરી છે.

બીજી તરફ, ડ્રેનેજ અધિકારી શુભમન મિશ્રાએ જણાવ્યું કે કેટલીક જગ્યાએ લાઈનો બ્લોક હોવાથી અને ટેકનિકલ ખામીને લીધે પાણી ભરાયું છે. તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ જનતા ચોમાસા પૂર્વેના કાયમી આયોજનની માંગ પર અડગ છે.

App Store