Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Suspected case of Chandipura virus in Surendranagar raises concern: 4-year-old child's condition critical

VIDEO: સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસે વધારી ચિંતા: ૪ વર્ષના બાળકની હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો એક અત્યંત શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અહીં એક ૪ વર્ષના માસૂમ બાળકને મગજમાં અચાનક તીવ્ર તાવ ચડી જતાં તે બેહોશ થઈ ગયો હતો, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જ લક્ષણો જોવા મળ્યા છે. બાળકની ગંભીર હાલતને જોતાં તેને સુરેન્દ્રનગર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમો તુરંત એક્શનમાં આવી ગઈ છે અને બાળકના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચો ખુલાસો થશે. હાલ સાવચેતીના ભાગરૂપે આરોગ્યની ટીમો દ્વારા બાળકના ઘરની આસપાસના વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને સઘન ફોગિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

App Store