Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Patients starving without oxygen in Surendranagar, 55 people have tragically died of silicosis so far!

VIDEO: સુરેન્દ્રનગરમાં ઓક્સિજન વિના તડપ્યા દર્દીઓ, સિલિકોસિસથી અત્યાર સુધીમાં ૫૫ લોકોના કરુણ મોત!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતા અને સિલિકોસિસની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓએ આરોગ્ય વિભાગની બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર જિલ્લામાં ૧૬૦થી વધુ સિલિકોસિસના દર્દીઓ છે, જેમાંથી અત્યાર સુધીમાં સારવારના અભાવે ૫૫ લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે. સ્થાનિક થાનગઢ હોસ્પિટલમાં ૨૦થી વધુ ઓક્સિજન મશીનો ઉપલબ્ધ હોવા છતાં એક પણ મશીન ચાલુ ન કરાતાં દર્દીઓ ઓક્સિજન વિના તડપવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક સ્તરે યોગ્ય સારવાર ન મળતી હોવાથી પીડિતોને દવા લેવા માટે છેક અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર સંવેદનશીલ બને અને થાનગઢ ખાતે જ દર્દીઓને પૂરતી સારવાર મળે તેવી લોક માંગ પ્રબળ બની છે.

App Store