Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Subsidy fertilizer theft case exploded in Surendranagar!

VIDEO: સુરેન્દ્રનગરમાં સબસિડીના ખાતરની ચોરીનો ભાંડો ફૂટ્યો!

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે ખેતીવાડી વિભાગ દ્વારા સેન્દ્રીય ખાતરના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખેડૂતોને સબસિડીમાં મળતું ખાતર બારોબાર સગેવગે કરી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ૧૨૦૦થી વધુ ખાતરની થેલીઓ, એક ટ્રક અને ત્રણ પીકઅપ વાન સહિતનો જંગી મુદ્દામાલ ઝડપાયો હતો.ખેતીવાડી વિભાગે આ સમગ્ર મુદ્દામાલ લખતર પોલીસને સોંપતા પોલીસે ૧૧ વ્યક્તિઓ સામે ખાતર ચોરીનો ગુનો દાખલ કર્યો છે. હાલ આ તમામ ૧૧ આરોપીઓ ફરાર હોવાથી પોલીસ તેમની શોધખોળ માટે સઘન તજવીજ હાથ ધરી છે. ખાતર ચોરીની આ ઘટનાથી પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

App Store