VIDEO: સુરેન્દ્રનગરનો નાયકા ડેમ ભરાયો: ૨૦થી વધુ ગામોને એલર્ટ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના મૂળી સ્થિત નાયકા ડેમમાં ઉપરવાસના ભારે વરસાદથી પાણીની આવક સતત વધી રહી છે અને ડેમ 90% ભરાઈ જતાં ટૂંક સમયમાં જ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. પરિસ્થિતિને ધ્યાને રાખી ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર સહિત 20થી વધુ નીચાણવાળા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ગમે ત્યારે ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ શકે તેમ હોવાથી તંત્રએ નાગરિકોને નદીના પટમાં ન જવા અને પશુઓ તથા માલ-મિલકતને સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે.

