VIDEO: સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ બન્યો અકસ્માતનું એપિસેન્ટર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ રિવરફ્રન્ટ વાહનચાલકો માટે અકસ્માતનું એપિસેન્ટર બની ગયો છે.રાત્રિ દરમિયાન અહીં એકપછી એક ૩ વાહનોના અકસ્માત સર્જાયા હતા, જેમાં બે બાઇક, એક ટ્રક અને એક ટેમ્પો ચાલક અકસ્માતનો શિકાર બન્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની ઘોર બેદરકારીના કારણે રિવરફ્રન્ટ એટલો લપસણા રોડ-રસ્તા સાથે બનાવવામાં આવ્યો છે કે વરસાદ પછી વાહનોમાં બ્રેક જ લાગતી નથી, જેના કારણે વાહનો સ્લીપ થઈ રહ્યા છે. 6 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલો નવો જ રિવરફ્રન્ટ કામગીરીની દ્રષ્ટિએ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો છે અને તંત્રની આ નિષ્ફળતાનું પરિણામ હાલ નિર્દોષ શહેરીજનો ભોગવી રહ્યા છે.

