Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar / The sharp impact of GSTV's report on alleged harassment of farmers

VIDEO: સુરેન્દ્રનગર / ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર અંગેના GSTVના અહેવાલની ધારદાર અસર

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં 720 KV વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર અંગેના GSTVના અહેવાલની ધારદાર અસર થઈ છે. પાલ આંબલિયા, લાલજી દેસાઈ અને રામકું કરપડા સહિતના આગેવાનો આજે કોંઢ પહોંચી ખેડૂતોની મુલાકાત લેશે અને ત્યાં ધામા નાખશે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પૂરતું વળતર આપ્યા વિના અને કોરિડોર નક્કી કર્યા વગર જ ખેતરોમાં બેફામ ખોદકામ કરી બળજબરીપૂર્વક કામગીરી કરાઈ રહી છે, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. અત્યાર સુધી મૌન રહેલા નેતાઓ અહેવાલ બાદ મેદાનમાં આવતા, ખેડૂતોએ માત્ર સાંત્વના આપવાને બદલે ન્યાય માટે નક્કર સહકાર આપવાની માંગ કરી છે.

App Store