Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Petrol-diesel shortage continues in Surendranagar

VIDEO: Surendranagarમાં પેટ્રોલ- ડિઝલની અછત યથાવત

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સ્થિતિ ગંભીર બની છે અને મધ્યરાત્રીએ પણ પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના એકમાત્ર પેટ્રોલ પંપ પર ડીઝલના સ્ટોકની ફાળવણી થતાં વાહનચાલકોમાં ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત યથાવત રહેતા સામાન્ય જનજીવન સાથે ખેડૂતો, ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની લગભગ 50% કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પંપો બહાર 5 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો લાગી રહી છે અને લોકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. સ્થિતિ નિયંત્રિત કરવા માટે દરેક વાહનને માત્ર 30 લિટર ડીઝલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈંધણની અછતને કારણે પરિવહન વ્યવસ્થા અને દૈનિક કામગીરી પર ભારે અસર પડી છે. સમગ્ર જિલ્લામાં ડીઝલ સંકટને કારણે લોકોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી રહી છે.

App Store