VIDEO : Surendranagarના વઢવાણ-લીંબડી મુખ્ય બ્રાન્ચ કેનાલના રિપેરિંગના કામો અધૂરા, ખેડૂતોમાં ભારે રોષ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ-લીંબડી મુખ્ય બ્રાન્ચ કેનાલના રિપેરિંગના કામો અધૂરા મૂકવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ૪૦ કિલોમીટર લાંબી કેનાલના નવીનીકરણ માટે અંદાજે રૂ. ૧૮ કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. આમ છતાં, વઢવાણ નજીક કેનાલનો ૩૫૦ મીટરનો જર્જરિત ભાગ રાગદ્વેષ રાખીને રીપેર ન કરાયો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.મુખ્ય કેનાલમાં મોટાં-મોટાં ગાબડાં હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં આસપાસની ૫૦૦ વીઘાથી વધુ ખેતીની જમીન ધોવાઈ જાય છે અને પાકને ભારે નુકસાન થાય છે. આર્થિક સંકટમાં મુકાયેલા પીડિત ખેડૂતોએ એકઠા થઈને તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેનાલનું બાકી કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે.

