Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: SOG nabs youth from Muli with illegal weapons

સુરેન્દ્રનગર: ગેરકાયદેસર હથિયાર સાથે મૂળીના યુવાનને SOGએ દબોચ્યો, છેલ્લા 24 કલાકમાં બે શખ્સો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: ગેરકાયદેસર હથિયાર સાથે મૂળીના યુવાનને SOGએ દબોચ્યો, છેલ્લા 24 કલાકમાં બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારો ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. આજે બીજા દિવસે એક યુવાન હથિયાર સાથે ઝડપાયો છે. મૂળીના વગડીયા ફાટક નજીકથી એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો હતો.

App Store

 મનસુખ કોળી નામના યુવકની અટકાયત કરી

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે મનસુખ કોળી નામના યુવકની અટકાયત કરી હતી  મળતા  અહેવાલ પ્રમાણે છેલ્લા  24 કલાકમાં 2 ગેરકાયદેસર હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા છે. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે આવા ગેરકાયદેસર હથિયારો જિલ્લામાં કોણ ઘુસાડી રહ્યું છે તે એક સવાલ છે.

ગત રોજ મેરા નજીક ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગરના મેરા નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો. SOGએ યુવક દોદલ સંધિની ગેરકાયદેસર મઝરલોડ બધુંક સાથે અટકાયત કરવામાં આવી હતી, આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.