SURENDRANAGAR : PGVCLએ ખેડૂતોને 1 લાખ સુધીના ખોટા બિલો ફટકારતા રોષ

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામોમાં PGVCLએ ખેડૂતોને 1 લાખ સુધીના ખોટા બીલો ફટકારતા ખેડૂતો રોષ ફેલાયો છે. આ ખેડૂતો ચોટીલા PGVCL કચેરી ખાતે દોડી આવ્યાં હતા.
ચોટીલા તાલુકાના જે ગામમાં પીવા માટે પાણી નથી એવા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોવાનું દર્શાવી ચેકીંગ વગર લાઈટબિલો આપવામાં આવ્યા. જે ગામમાં પાણી જ નથી તે રાજપરા ગામના એક ખેડૂત પાયે માત્ર 5 વિઘા જમીન છે અને તેને સિંચાઈમાં વીજળી વાપરી હોવાનું કહી 86 હજાર રૂપિયાનું વિજબીલ આપવામાં આવ્યું. અન્ય ખેડૂતોને પણ 1 લાખ સુધીના વિજબીલ આપવામાં આવ્યા છે.
આ ખેડૂતોનો આક્ષેપ છે કે ઓફિસમાં બેસી બિલો બનાવી નાખવામાં આવ્યા છે. ખેડૂતોએ તાત્કાલિક યોગ્ય તપાસ કરી બિલો બનાવા અંગે માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોએ એ પણ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોના કનેક્શનમાં ફોલ્ટ સર્જાય તો PGVCLઆ કર્મચારીઓ રીપેરીંગ કરવા આવતા નથી.

