Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar / Scorching heat affects people's lives as mercury rises

VIDEO: સુરેન્દ્રનગર / કાળઝાળ ગરમીનો પારો વધતા જનજીવન પર અસર, હીટસ્ટ્રોકની ઘટનાઓમાં પણ વધારો

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો સતત ઊંચો જતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. શહેરી વિસ્તારમાં તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. નાગરિકો દ્વારા મહાનગરપાલિકાને પાણી છંટકાવવાની કામગીરી વધારવા તેમજ છાશ કેન્દ્રો શરૂ કરવાની માંગ ઉઠી છે. વધતી ગરમીના કારણે હીટસ્ટ્રોકની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે લોકોને જરૂરી તકેદારી રાખવા અને બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ ભારે ગરમીને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં શ્રમિકોને બપોરના સમયે કામ પર ન બોલાવવાની સૂચના પણ આપવામાં આવી છે 

App Store