VIDEO: સુરેન્દ્રનગર જેલ ફરી એકવાર વિવાદમાં; આરોપીએ જેલમાંથી વીડિયો ઉતારી સો.મીડિયા પર લોકેશન સાથે અપલોડ કરતા ચકચાર
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. વઢવાણ ગણપતિ ફાટસર હત્યા કેસના આરોપીએ જેલની અંદરથી જ મોબાઈલ દ્વારા વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર લોકેશન સાથે અપલોડ કરતા ચકચાર મચી છે…આ ઘટનાએ જેલ પ્રશાસનની સુરક્ષા અને કડક પહેરાના દાવાઓની પોલ ખોલી દીધી છે. જેલની અંદર એન્ડ્રોઇડ ફોન, સીમકાર્ડ અને ઇન્ટરનેટનો બેફામ વપરાશ થતો હોવાની આશંકાએ તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. હત્યા જેવા ગંભીર ગુનાના આરોપી પાસે મોબાઈલ પહોંચવો એ જેલ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે

