VIDEO: સુરેન્દ્રનગરમાં અસહ્ય ગરમીને પગલે સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વિભાગ કાર્યરત, વિશેષ સ્ટાફની કરાઈ ફાળવણી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર હાલ 43.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે, જેના કારણે જનજીવન ગરમીથી બેહાલ થયું છે. આ આકરી ગરમી અને હીટ સ્ટ્રોકના જોખમને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે હીટ સ્ટ્રોક વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ વિશેષ વિભાગમાં ગરમીની અસર પામેલા દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે નિષ્ણાત મેડિસિન ડોક્ટરો અને ખાસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને ગરમીમાં સુરક્ષિત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

