VIDEO: સુરેન્દ્રનગર / બેફામ આઇસર ચાલકે ઘઉં ભરેલા ટ્રેક્ટરને મારી ટક્કર, ખેડૂત રોડ પર ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના સાયલા નજીક બેફામ આઈસર ચાલકે ખેડૂતના ઘઉં ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સોરીંભડા ગામના અરજણભાઈ ધુડાભાઈ 150 મણથી વધુ ઘઉં લઈને ટેકા ભાવની ખરીદી માટે સાયલા અન્ન ગોડાઉન જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આઈસરની ટક્કરથી ઘઉં ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અકસ્માતમાં ખેડૂત રોડ પર ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે ટ્રેક્ટરમાં ભરેલા તમામ ઘઉં રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.

