VIDEO: સુરેન્દ્રનગર વરસાદ નુકસાનનો અંતિમ અહેવાલ જાહેર, સહાય શરૂ થઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે વહીવટી તંત્રએ અંતિમ અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલ મુજબ જિલ્લામાં 661 મકાનોને નુકસાન થયું છે, જ્યારે પાણીમાં ફસાવાના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાણીમાં ડૂબી જવા અને આકાશી વીજળી પડવાથી 125 પશુઓના મોત નોંધાયા છે. તંત્રએ 1,952 લોકોનું સ્થળાંતર કર્યું હતું અને 170 લોકોને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હવે સર્વે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને નુકસાનગ્રસ્તોને સહાય ચુકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

