VIDEO: સુરેન્દ્રનગર / સીરામીક ઉધોગને અપાતા ગેસમાં ₹46નો તોતિંગ ભાવ વધારો, 90% કારખાના થયા બંધ!
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના થાનગઢમાં સિરામિક ઉદ્યોગના પાયા હચમચી ગયા છે. ગેસના ભાવમાં પ્રતિ કિલોએ સીધો 46 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાતા ભાવ 95એ પહોંચ્યા છે. મિડલ ઈસ્ટના યુદ્ધની માઠી અસરને પગલે હાલમાં જ 90 ટકા કારખાના બંધ થઈ ગયા છે, જેના કારણે 1 લાખથી વધુ શ્રમિકોની રોજગારી સામે સવાલ ઉઠ્યા છે. જેના પગલે આજે થાનગઢ સીરામીક ઉધોગકારોની બેઠકનું આયોજન કરવામા આવ્યું છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત પ્રતિ કિલો ગેસના ભાવમાં 46નો વધારો ઝીંકવામા આવ્યો છે. સિરામિક ઉદ્યોગકારો આ મામલે સરકારને રજૂઆત કરશે. સબસીડી અથવા તો કોઈ અન્ય રાહત આપવામાં આવે તેવી સિરામિક ઉદ્યોગકારોની માંગ છે.

