Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar medical store managers outraged

VIDEO : Surendranagar મેડિકલ સ્ટોર સંચાલકોનો આક્રોશ, ઓનલાઈન દવાઓ બંધ કરાવવા 450થી વધુ સ્ટોર્સના તાળાબંધી

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ૪૫૦થી વધુ મેડિકલ સ્ટોર સંચાલકોએ ઓનલાઈન દવાઓનું વેચાણ તાકીદે બંધ કરવાની માંગ સાથે આજે સંપૂર્ણ હડતાળ પાડી છે. પ્રદર્શનકારીઓનો ગંભીર આરોપ છે કે ઓનલાઈન કંપનીઓ વધુ ડિસ્કાઉન્ટની લાલચ આપીને હલકી કક્ષાની તેમજ ઘર સુધી નશીલી દવાઓ પહોંચાડી રહી છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ અન્યાય સામે સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર સંચાલકો એકત્રિત થયા હતા અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ઈ-ફાર્મસીના દૂષણ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ તેજ બનાવી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

App Store