VIDEO : Patan જિલ્લામાં 750થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધના એલાનમાં જોડાયા
સોર્સ : gstv
પાટણ જિલ્લામાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જિલ્લામાં હોલસેલ અને રિટેલ સહિત અંદાજે 750 મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે. ઓનલાઈન દવાના વેચાણ, ગેરકાયદે ઈ-ફાર્મસી પર પ્રતિબંધ અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટો હડતાળ પર ઉતર્યા છે. સાથે જ નશાકારક દવાના ઓનલાઈન વેચાણ પર રોક લગાવવાની પણ માંગ કરવામાં આવી છે. જોકે ઈમરજન્સી સેવાઓ માટે તાલુકા દીઠ એકથી બે મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા છે.

