Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Indian Medical Association writes to Union Education Minister, demands CBI probe into alleged paper leak in NEET UG exam

VIDEO: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, નીટ યુજી પરીક્ષામાં કથિત પેપર લીક મુદ્દે કરી CBI તપાસની માંગ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નીટ યુજી 2026 પરીક્ષામાં કથિત પેપર લીક અને ગેરરીતિઓના મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આક્રમક વલણ અપનાવી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. IMA પ્રેસિડેન્ટ અનિલભાઈ નાયકે પત્રમાં જણાવ્યું છે કે, આ પ્રકારની ગેરરીતિઓથી 22.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે.

App Store

એસોસિએશન દ્વારા આ સમગ્ર મામલાની CBI તપાસ કરવાની, પેપર લીક રોકવા માટે પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવાની તેમજ પરીક્ષા પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરી રાજ્યોને વધુ જવાબદારી સોંપવાની માગ કરવામાં આવી છે. વધુમાં, દોષિતોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કડક સજા આપવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક કાઉન્સેલિંગની સુવિધા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.