VIDEO: સુરેન્દ્રનગર / 'ચૂંટણી પૂરી થતાં જ સરકાર જગતના તાતને ભૂલી ગઈ', ડીઝલ, પાણી અને ખાતર મુદ્દે ખેડૂતોનું આવેદનપત્ર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના પાટડી સેવા સદન ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ડીઝલની અછત, મોંઘું ખાતર અને કેનાલો બંધ થવાને કારણે પિયતના પાણીની સર્જાયેલી સમસ્યા અંગે સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પૂરી થતાં જ સરકાર જગતના તાતને ભૂલી ગઈ છે અને તેમની સાથે છેતરપિંડી કરી છે. હાલમાં ખાતર અને ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થવા છતાં તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ ડીઝલ, પાણી અને ખાતરની વ્યવસ્થા તાત્કાલિક કરવા માટે ઉગ્ર માંગ કરી છે.

