VIDEO: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર એક ઇંચ વરસાદ પડતા જ ભરાયા ઢીંચણસમાણા પાણી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં ચોમાસાની શરૂઆતમાં માત્ર એક ઇંચ વરસાદ પડતાં જ પાલિકા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અહીંની મુખ્ય સિવિલ હોસ્પિટલના આખા પરિસરમાં ઢીંચણસમાણા વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર પરિસ્થિતિ એકદમ કથળી ગઈ છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન આયોજન અને પાણી નિકાલની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવા છતાં આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલના મહત્વપૂર્ણ ઓક્સિજન પ્લાન્ટ અને છેક આઇસીયુ વિભાગની બહાર પણ પાણીનો ભારે ભરાવો થતાં ગંભીર દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગંદા પાણીના ભરાવાને કારણે હોસ્પિટલમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે, જેનાથી સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સગાઓનું પોતાનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ ગયું છે.

