Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar subjail again in controversy: Two mobiles and banned items including SIM card seized from barracks

VIDEO: સુરેન્દ્રનગર સબજેલ ફરી વિવાદમાં: બેરેકમાંથી બે મોબાઈલ અને સીમકાર્ડ સહિતનો પ્રતિબંધિત સામાન ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલ ફરી એકવાર મોટી બેદરકારીને કારણે વિવાદના વટોળમાં આવી ગઈ છે. સબજેલની બહાર ચુસ્ત ગાર્ડ પહેરો હોવા છતાં જેલની અંદર ગેરકાયદેસર અને અનઅધિકૃત વસ્તુઓ પહોંચી રહી હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ ડીઆઈજી (DIG)ની ટીમ દ્વારા જેલમાં અચાનક પાડવામાં આવેલા દરોડા દરમિયાન બેરેક નંબર ૩ માંથી ખુંખાર કેદીઓ પાસેથી ૨ નંગ મોબાઈલ ફોન, સીમકાર્ડ તેમજ તમાકુ સહિતની અન્ય વ્યસની ચીજવસ્તુઓ મળી આવી છે. જેલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી આ ઘટનાને પગલે રાજકોટ ડીઆઈજીની ટીમે આ ગંભીર મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કે આખરે આ પ્રતિબંધિત સામાન જેલની અંદર કોની મદદથી પહોંચ્યો હતો.

App Store