Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: More than 10 cases of food poisoning due to dead lizards in food

VIDEO: સુરેન્દ્રનગર : ભોજનમાં મરેલી ગરોળી નીકળતા 10થીને વધુ ફૂડ પોઇઝનિંગ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર-બહુચરાજી રોડ પર આવેલી ભારત સીટ્સ કંપનીની કેન્ટીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કર્મચારીઓને અપાતા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવી હતી. આ ઝેરીલું ભોજન ખાધા પછી 10થી વધુ કર્મચારીઓની તબિયત લથડી હતી. આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ આ ગંભીર મામલો છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો! એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે બિમાર કર્મચારીઓને ખાનગી વાહનોમાં સારવાર અર્થે મહેસાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભોજનમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી થાય તેવી કર્મચારીઓ હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે.

App Store