Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: Case of fire in groundnut godown

સુરેન્દ્રનગર: મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો મામલો, અધિકારીઓ પાસે માંગ્યા 11 મુદ્દાઓના જવાબ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો મામલો, અધિકારીઓ પાસે માંગ્યા 11 મુદ્દાઓના જવાબ

સુરેન્દ્રનગરના થાનમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગ મામલે અધિકારીઓ પાસેથી 11 મુદ્દાના જવાબો માગવામાં આવ્યા છે. ગોડાઉન મેનેજર સહિતના અધિકારીઓ પાસે તપાસકર્તા પ્રાંત અધિકારીએ  જવાબ માગ્યા છે.

App Store

11 મુદ્દાના જવાબો માગવામાં આવ્યા

ગોડાઉનના દસ્તાવેજો તેમજ ભાડે રાખતા સમયે નિયમોનું પાલન કરવાનું હોય તે અંગેના બાંયધરીપત્રો જેવા પુરાવા લઈ હાજર રહેવા અને જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.

 6.56 કરોડનું નુકસાન થયું

મહત્વનું છે કે ગોડાઉનમાં આગને કારણે પાંચ જિલ્લાની 20 મંડળીઓની ટેકાના ભાવે ખરીદેલી મગફળીની લગભગ 25 હજાર બોરીઓ બળી ગઈ. અને અંદાજે 6.56 કરોડનું નુકસાન થયું છે. અને હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.