Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Than fire incident: FSL teams take samples of burnt groundnuts

થાન અગ્નિકાંડઃ FSLની ટીમોએ બળી ગયેલા મગફળીના નમૂના લીધા,દસ્તાવેજ રજૂ કરવામાં ગલ્લાતલ્લા

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2025
લાઇવ ટીવીGoogle News
થાન અગ્નિકાંડઃ FSLની ટીમોએ બળી ગયેલા મગફળીના નમૂના લીધા,દસ્તાવેજ રજૂ કરવામાં ગલ્લાતલ્લા

સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી ગાડાઉનમાં આગને લઈ તપાસનો ધમધમાટ શરૂ છે. તેવામા FSLની ટીમોએ બળી ગયેલા મગફળીના નમૂના લીધા છે. આ સમગ્ર આગમાં એક કરોડથી વધુની મગફળી સળગી ગઈ હોવાની પણ વાત છે. ગોડાઉનમાં મગફળીના જથ્થા વિશે જરુરી કાગળો દસ્તાવેજ રજૂ કરવામાં ગલ્લાતલ્લા કરવામાં આવી રહ્યાં છે.

App Store

સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી ગોડાઉનમાં મગફળીનો તમામ જથ્થો બળીને ખાખ થયો હતો. ગોડાઉન માલિકો જો સમન્સ પાઠવવા છતાં હાજર નહી થાય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ એફએસેલ દ્વારા પણ કામગીરી કરાઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મગફળીના ગોડાઉનમાં આગ કોઈના દ્વારા લગાડવામાં આવી છે કે શું તેને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.