Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Than Fire Incident Groundnuts worth Rs 6.56 crores caught fire

VIDEO: થાન અગ્નિકાંડ/ 6.56 કરોડની મગફળી આગમાં સ્વાહા, ખરેખર આગ લાગી કે લગાડાઈ?

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2025
લાઇવ ટીવીGoogle News

સુરેન્દ્રનગરના થાન મગફળી અગ્નિકાંડમાં થયેલી ફરિયાદ મુજબ 6.56 કરોડની મગફળી બળી ગઈ છે. ટેકાના ભાવે ખરીદી કરીને ગોડાઉનમાં રાખેલી 25 હજાર મે.ટનથી વધુ મગફળી બળી ગઈ છે. હાલ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્ક્સ કારણ ફરિયાદમાં દેખાડવામાં આવ્યું નથી. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. ગોડાઉનમાં પડેલ મગફળીમાં આગની ઘટના બાદ તપાસ તેજ શરૂ કરવામાં આવી છે. સાથે ગોડાઉન માંથી બળી ગયેલ મગફળી બહાર કાઢવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મગફળી ખરીદી સમયે ગોડાઉનોમાં આગ લાગવી, ખરીદી કરેલી મગફળીમાં કાંકરા નીકળવા સામાન્ય વાત બની છે. શું ખરેખર મગફળી ખરીદીનું કૌભાંડ બહાર ના આવે તે માટે આગ લાગી કે લગાડાઈ તેવો લોકો સવાલ કરી રહ્યા છે. 

App Store

દર વર્ષે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરે છે. અને પછી છેલ્લા પાંચ વર્ષમાં મોટેભાગે ક્યાંક ને ક્યાંક મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના બનતી આવી છે. શું ખરેખર આ મગફળી ખરીદીમાં કૌભાંડ હોવાની, કંઈક ઘાલમેલની બૂ આવતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. દર વર્ષે સરકાર કરોડો રૂપિયાની મગફળી ટેકાના ભાવે ખરીદે છે. પછીથી એવા જ ગોડાઉન કે જ્યાં કોઈજાતની ફાયર સેફ્ટિ ના હોય ત્યાં આગ લાગતા કરોડો રૂપિયાની મગફળી આગમાં સ્વાહા થઈ જાય છે.

પ્રાઈવેટ મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે છે? 

દર વર્ષે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે મળીને ટેકાના ભાવે જણસીની ખરીદી કરે છે. અગાઉ ત્રણેક વર્ષ પહેલા કાંકરાયુક્ત મગફળીની ખરીદી થઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ બધું છેલ્લા કેટલાક વર્ષથી બની રહ્યું છે તેમ છતાં આની કોઈ નક્કર તપાસ કેમ થતી નથી. FCI નાં ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી અને પ્રાઈવેટ મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે છે? લોકોમાં ચર્ચા થઈ રહી છે કે સરકાર આ મુદ્દે તાત્કાલિક ઝીણવટભરી તપાસ કરે કે, ગુજરાતમાં મગફળીની મોટાપાયે ખરીદી થાય છે ત્યારે પ્રાઈવેટ ગોડાઉનમાં સંગ્રહ કરેલી મગફળીમાં આગ લાગી કે પછી ગોડાઉન માલિક અને ખરીદી કરતા અધિકારીઓની મિલિભગતથી કોઈ કૌભાંડ છૂપાવવા માટે આગ લગાડાઈ? 

ગુજરાત ભાજપ સરકાર ક્યારે જાગશે?

સરકાર મગફળી આગ કાંડમાં તપાસ કમિટિ નીમીને તપાસનો દોર ચલાવશે. થોડા દિવસો પછી આ ઘટના જ ભૂલાઈ જશે. નવા નિયમો બનશે પરંતુ ત્યાં સુધી તો કૌભાંડીઓને ગોડાઉનમાં આગનો વીમો પાકી જશે. ગુજરાતની ઉંઘતી સરકાર ક્યારે જાગશે? દર વર્ષે ક્યાંક ના ક્યાંક મગફળીના ગોડાઉનમાં લાગતી આગ ક્યારે બંધ થશે? ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાશે. 

થાન મગફળી આગ કાંડ મુદ્દે પ્રતિક્રિયા આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, "આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી. જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે." તેમણે ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી.

ગુજરાતમાં સરકારે 11 નવેમ્બર 2024ના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું અને ત્યાર પછીના ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતો પાસેથી પ્રતિ મણ 1356.6 રૂપિયાના લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું હતું.  ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદીનો સરકારનો લક્ષ્યાંક હતો.