VIDEO: સુરેન્દ્રનગરની સડલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો અને બિલ્ડિંગના અભાવે વિદ્યાર્થીઓનો હોબાળો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના સડલા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળા શરૂ થયાને ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી બેસવા માટેનું યોગ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી. ઉપરાંત પૂરતા શિક્ષકોના અભાવે પણ વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ માત્ર ત્રણ શિક્ષકોથી શાળા ચાલી રહી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, આ શિક્ષકો ત્રણ દિવસ મૂળ શાળામાં અને બાકીના દિવસોમાં અન્ય આદેશ આપવામાં આવેલી શાળાઓમાં ફરજ બજાવે છે. જેના કારણે શિક્ષણ કાર્યને અસર થવાની ચિંતા છે. વિદ્યાર્થીઓના પરિણામ પર અસર ન પડે તે માટે વાલીઓ પણ શિક્ષણ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા અને યોગ્ય વ્યવસ્થાની માંગ કરી હતી.

