VIDEO: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ૨૧૬ વર્ષ જૂના શીતળા માતા મંદિરે સાતમે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાજીના 216 વર્ષ જૂના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બાળકોનું આરોગ્ય સારું રહે અને નિરોગી જીવન માટે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. આસપાસના ગામડાઓ તેમજ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, આંખ, જીભ અને ચોટલો સહિતની માનતાઓ અર્પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના અન્ય તાલુકાઓમાં પણ શીતળા સાતમની ઉજવણી જોવા મળી રહી છે. સાતમ, આઠમ, નોમ અને દસમ એમ ચાર દિવસ સુધી અહીં ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

