VIDEO: સુરેન્દ્રનગરના અનઘટનાથ મહાદેવ મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
શ્રાવણ માસના ત્રીજા સોમવારે સુરેન્દ્રનગર સ્થિત ઐતિહાસિક અનઘટનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ પૂજા-આરતી માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુજરાતનું આ એકમાત્ર એવું અનોખું શિવ મંદિર છે જેનું પ્રવેશદ્વાર સ્મશાન તરફ ખુલે છે. ઉજ્જૈન મહાકાલેશ્વર બાદ માત્ર અહીં જ આવું દ્રશ્ય જોવા મળે છે, જેથી અહીં દર્શન કરવાથી ઉજ્જૈન જેટલું જ પુણ્ય મળતી હોવાની લોકઆસ્થા છે. મનોહર પુષ્પ શણગાર સાથે આખું પરિસર ‘જય મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

