VIDEO: સુરેન્દ્રનગરના અણીદ્રામાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનો પર્દાફાશ, ₹૧૨.૮૮ લાખનો મુદ્દામાલ સીઝ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના અણીદ્રા ગામમાં આવેલા 'સત્યમ પેટ્રોલીયમ' ખાતે ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલ વેચાણનો પુરવઠા વિભાગે પર્દાફાશ કર્યો છે. પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન પરવાના વિનાનું મિની બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ આસપાસના ગામોમાં કાયદાકીય મંજૂરી વગર ડીઝલ વેચવા માટે થતો હતો. PESO લાઇસન્સ, સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન વિના ચાલતા આ ગોરખધંધા પર તંત્રએ ત્રાટકીને રૂ. ૧૨ લાખનું મિની બ્રાઉઝર-યુનિટ તથા રૂ. ૮૮,૯૨૦ ની કિંમતનું ૯૦૦ લીટર ડીઝલ મળી કુલ રૂ. ૧૨.૮૮ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પેટ્રોલિયમ વેચાણ સામે તપાસ તેજ કરાઈ છે.

