Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Six girls seriously injured as car overturns near Surendranagar's Motion Circle

VIDEO: સુરેન્દ્રનગરના મેકશન સર્કલ નજીક છકડો પલટી જતા છ યુવતીઓ ગંભીર ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના મેકશન સર્કલ નજીક છકડો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં છ યુવતીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે.દાણાવાડાથી યુવતીઓ સુરેન્દ્રનગરના મેકશન કારખાનામાં નોકરી માટે આવી રહી હતી. દરમિયાન રસ્તામાં શ્વાન આડે ઉતરતા છકડાના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને છકડો પલટી ખાઈ ગયો હતો. અકસ્માતને પગલે છ યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં છકડા ચાલકની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં યુવતીઓના સગાસંબંધીઓ પણ મેડિકલ કોલેજ ખાતે દોડી આવ્યા હતા. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News