સાયલા PGVCLની મોટી લાપરવાહી! ગરમીમાં લોકો હેરાન અને ઓફિસમાં લાઈટો-પંખા ચાલુ રાખી સ્ટાફ ગાયબ
સોર્સ : gstvf
સાયલામાં PGVCLની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી લાલ ગુરુ ફીડર હેઠળના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવા અને ડિમ વોલ્ટેજની સમસ્યાને કારણે લોકોના કિંમતી વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે. ગત રાત્રે પણ વીજળીના ધાંધિયા અને અસહ્ય ગરમીથી કંટાળેલા લોકોએ જ્યારે જવાબદાર અધિકારીઓને ફોન કર્યા ત્યારે કોઈએ ફોન ઉપાડવાની તસ્દી સુદ્ધાં લીધી નહોતી. આખરે ઉશ્કેરાયેલું ટોળું રાત્રે જ PGVCL કચેરીએ દોડી ગયું હતું, જ્યાં તમામ ચેમ્બરોમાં લાઈટો અને પંખા ચાલુ હાલતમાં હોવા છતાં કોઈ જ જવાબદાર કર્મચારી હાજર ન મળતા તંત્રની લાપરવાહી ઉઘાડી પડી હતી.

