Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : ₹10.50 lakh, trapped for 14 years, was returned by Surendranagar police through mediation

VIDEO: 14 વર્ષથી ફસાયેલા ₹10.50 લાખ સુરેન્દ્રનગર પોલીસે મધ્યસ્થતાથી પરત અપાવ્યા

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને 14 વર્ષથી ફસાયેલા 10 લાખ 50 હજાર અરજદારને પરત અપાવ્યા છે. નિકુંજ શાહે વર્ષ 2010માં સુરેન્દ્રનગર-દુધરેજ વિસ્તારમાં પ્લોટ ખરીદ્યો હતો, પરંતુ રેકોર્ડની ખામીના કારણે પ્રોપર્ટી કાર્ડ ન નીકળતાં જમીનનું વેચાણ શક્ય બન્યું નહોતું અને તેમની રકમ વર્ષો સુધી અટવાઈ રહી હતી. આ મામલે નિકુંજભાઈએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ સીટી એ-ડિવિઝનના પીઆઈ આર.એમ. સંગાડા અને પીએસઆઈ એચ.એસ. જાડેજાએ બંને પક્ષો વચ્ચે કાયદાકીય મધ્યસ્થતા કરીને સમાધાન કરાવ્યું. પોલીસની સમજાવટ બાદ સામાવાળા પક્ષે 10 લાખ 50 હજારની સંપૂર્ણ રકમ પરત આપી હતી..

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News