Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Road to Kuda closed; Agarias in distress, 2 lakh tonnes of salt stuck in the desert

Surendranagar: કુડા તરફનો માર્ગ બંધ; અગરિયાઓ સંકટમાં, 2 લાખ ટન મીઠું રણમાં અટવાયું

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના કુડા રણ વિસ્તારમાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા હજારો અગરિયાઓ અત્યારે ગંભીર સંકટમાં મુકાયા છે. કુડા તરફ જતો મુખ્ય માર્ગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા, રણમાં પાકેલું લાખો ટન મીઠું બહાર લાવી શકાતું નથી. કરોડો રૂપિયાની કિંમતનું મીઠું રણમાં જ પડ્યું હોવાથી અગરિયાઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

App Store

મળતી માહિતી મુજબ, નર્મદા કેનાલ પર આવેલો એક જૂનો પુલ જર્જરિત હોવાનો રિપોર્ટ આપી તંત્રએ છેલ્લા 6 મહિનાથી આ માર્ગ બંધ કરી દીધો છે. કુડાના રણમાં અત્યારે 2 લાખ ટનથી વધુ મીઠું પાકીને તૈયાર છે,પરંતુ અગરિયાઓ રણ માંથી મીઠું બહાર કાઢી નથી શકતા. અગરિયાઓનું કહેવું છે કે જો મીઠું કુડાથી ખારાઘોડા સુધી પહોંચે તો જ તેનું વેચાણ થાય તેવી પરિસ્થિતિ છે. 

સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલ બંધ કરવામાં આવ્યો ત્યારે ડાયવર્ઝન બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આમ છતાં, જમીન પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે કુડાથી મીઠું બહાર નીકળે તે માટે પુલ શરુ કરવાની માગ કરી છએ. હાલ કરોડો રુપિયાનું મીઠું રણમાં ઉત્પાદિત થઈને પડ્યું છે.