VIDEO: સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ પહોંચી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. એસ.ટી. સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને અપશબ્દો બોલવાના આક્ષેપ બાદ મામલો ગરમાયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા અધિકારીઓને લઈને સર્જાયેલો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. મામલાની જાણ થતાં PCR સહિતના પોલીસ વાહનો બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર બબાલનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

