Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Rape complaint filed against BJP worker in Surendranagar, police arrest accused

VIDEO: સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે આરોપીની કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ભાજપના કાર્યકર હર્ષવર્ધનસિંહ ચૌહાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ એક યુવતીને નર્મદાની કેનાલ પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પીડિત યુવતીના થોડા જ દિવસોમાં લગ્ન હોવાથી, આરોપીએ તેને બદનામ કરવાની અને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

App Store

હર્ષવર્ધનસિંહ ભાજપના નેતાઓ સાથે નજીકના સંબંધો ધરાવતો હોવાની વિગતો પણ બહાર આવી છે. આ ગંભીર મામલે જોરાવરનગર પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગ પહેલા બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.