VIDEO: Surendranagar / સાયલામાં રાજકોટ ફ્લાઈંગ સ્કોડનો સપાટો; ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, ભૂમાફિયાઓમાં ફફડાટ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં રાજકોટ ફ્લાઈંગ સ્કોડની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ વહન કરી છે. તેમજ પાંચ ડમ્પરો ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફ્લાઈંગ સ્કવોર્ડની તપાસ દરમિયાન ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને બે ડમ્પરમાં નિયત પરમિટ કરતા વધુ માલ ભરેલો હોવાનું સામે આવ્યું છે. તંત્રએ અંદાજે એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ ડમ્પરોને ક્વોરી પ્લાન્ટ પર સીઝ કર્યા છે. રાજકોટની ટીમે આવીને સફળ ઓપરેશન પાર પાડતા સ્થાનિક મામલતદાર અને જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

