VIDEO: વરસાદને કારણે તરણેતર મેળામાં મજા બગડી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રસિદ્ધ તરણેતર મેળામાં પ્રથમ દિવસે જ વરસાદ વિઘ્નરૂપ બન્યો છે. વરસાદના પગલે ગ્રામીણ ઓલમ્પિક, પશુ હરીફાઈ અને મેળાની રાઈડો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મેળો ખુલ્લો મુકાયા બાદ અધિકારીઓ પણ પરત ફર્યા હતા. વરસાદને કારણે ભાતીગળ લોકમેળાની મજા બગડી છે અને ગ્રામીણ ઓલમ્પિક બંધ રહેતા ખેલાડીઓમાં પણ નિરાશા જોવા મળી છે. પ્રથમ દિવસે લોકોની પણ પાંખી હાજરી રહી હતી. મેળાની રાઈડમાં પાણી ભરાતા રાઈડ સંચાલકોને પણ નુકસાન થયું છે.

