VIDEO: અયોધ્યામાં ભારે વરસાદને કારણે સરયૂ નદી ભયજનક સપાટીથી ૨૩ સેમી ઉપર
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વરસાદઅને ઉપરવાસમાં વરસાદકારણે સરયૂ નદીના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે.સરયૂ નદી હાલ તેની ભયજનક સપાટીથી ૨૩ સેન્ટીમીટર ઉપર વહી રહી હોવાથી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વધતા જતા જળસ્તરને લીધે નીચાણવાળા વિસ્તારો અને ઘાટ પર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે.વહીવટી તંત્ર દ્વારા સરયૂ ઘાટ પર સુરક્ષા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અનેશ્રદ્ધાળુઓને ઊંડા પાણીમાં ન જવા તથા નદી કિનારે સાવચેતી રાખવા સતત સૂચના આપવામાં આવી રહી છે.પરિસ્થિતિ પર નજર રાખવા માટે પૂર રાહત ટુકડીઓ અને તંત્રની ટીમોને સતત પેટ્રોલિંગ માટે તૈનાત કરી દેવામાં આવી છે.

