Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Raid on illegal sand washing plant after attack on mineral mafia, officials

Surendranagar/ ખનિજ માફિયાઓ પર તવાઈ, અધિકારીઓ પર હુમલા બાદ ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ પર દરોડા

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી સામે વઢવાણ પોલીસ અને ખાણ ખનિજ વિભાગની ટીમે સખ્ત કાર્યવાહી કરી છે. નાના કેરાળા ગામ નજીક આવેલા ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ પર દરોડા પાડીને ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

App Store

અધિકારીઓ પર હુમલા બાદ કાર્યવાહી

મહત્ત્વનું છે કે, આ દરોડાની કાર્યવાહી નાના કેરાળા ગામમાં અગાઉ બનેલી એક ગંભીર ઘટના બાદ કરવામાં આવી છે. અગાઉ ખનિજ વિભાગના અધિકારીઓની ટીમ પર ખનિજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને આકરા પગલાં લેવામાં આવ્યા છે.

₹ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
વઢવાણ પોલીસ અને ખાણ ખનિજ વિભાગની સંયુક્ત ટીમે ગેરકાયદેસર રીતે ચાલતા આ વોશ પ્લાન્ટ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રેતીનો વોશ પ્લાન્ટ, 2 ડમ્પર, લોડર, ટ્રેક્ટર અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી

જેવા સાધનો સહિત કુલ ₹ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં સતત ચાલતી ખનિજ ચોરી બાદ થયેલા આ દરોડાને કારણે ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.