Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Surendranagarમાં જન્માષ્ટમીના મેળાને લઈને વિરોધ, મેળાનું સ્થળ બદલવાની માગ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં જનમાષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે, જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ વખતે મેળો મેળાના મેદાનમાં નહીં પરંતુ એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે યોજાવાનો છે, જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. કોલેજમાં મેળો યોજાશે તો 1000 થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે તેવી પરિસ્થિતિ છે. શૈક્ષણિક હેતુ માટેના મેદાનમાં મેળો કરવો કેટલો યોગ્ય તેની સામે વિરોધનો છે. જેથી એમપી શાહ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર મેળાનું સ્થળ બદલાવવા વિરોધ કરાયો છે. આ મેળાથી મહાનગરપાલિકા કરોડોની આવક કરશે જેની સામે શિક્ષણને નુકસાન પહોંચશે એવો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. 

App Store