Surendranagar: દશેરા પર ધાર્મિક મંત્રોચાર સાથે પોલીસે કર્યું 3200થી વધુ શસ્ત્રોનું પૂજન

સોર્સ : GSTV
આજે વિજયા દશમીનો તહેવાર છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. સુરેન્દ્રનગરમાં પોલીસ પરિવાર દ્વારા 3200થી વધુ શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતુ.
ક્યાં થઈ ઉજવણી?
સુરેન્દ્રનગરના પોલીસ હેડ ક્વોર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સહિતના અધિકારીઓની હાજરીમાં દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસના વાહનો અને અશ્વ શ્વાનનું પણ પૂજન કરવામાં આવ્યું હતુ.
ધાર્મિક મંત્રોચાર સાથે થયું શસ્ત્રોનું પૂજન
પોલીસ દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવી ત્યારે ઇન્સાસ રાઇફલ, અમોઘ રાઇફલ, એકે47 પિસ્તોલ, રિવોલ્વર, મશીનગન જેવા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. આ પૂજા ધાર્મિક મંત્રોચાર સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં આજે સાંજે ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન પણ થનાર છે.

