VIDEO: surendranagar માં 960 વીઘા ગૌચર જમીન પર ભૂમાફિયાઓનું દબાણ, તંત્રની લાપરવાહી
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પાનવા ગામે 960 વીઘા ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. અસામાજિક તત્ત્વોએ આ જમીન પચાવી પાડી છે. છેલ્લા ચાર વર્ષથી ગ્રામજનો વહીવટીતંત્ર અને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ તેમજ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જાતની કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાનવા ગામે 33 જેટલા સર્વે નંબરની કુલ 960 વીઘા જેટલી જમીન ગૌચર માટેની છે. આ ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કરી લીધું છે. અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનો રોષે ભરાયા છે. જમીન માફિયાઓએ ગૌચર જમીન પર દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે, પરંતુ તંત્રને આ દબાણ દેખાતા નથી. ગ્રામજનોએ આ ગૌચર જમીન મુક્ત કરાવવા હાઈકોર્ટમાં લડત આપવાની તૈયારી દર્શાવી છે.

