Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Police bike rally held in Surendranagar to comply with traffic rules

VIDEO: સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસની બાઈક રેલી યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અવેરનેસને લઈને પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારિયાથી જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાયેલી રેલીમાં ટ્રાફિક નિયમોના પાલન માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ટ્રાફિક જાગૃતિના બેનરો રાખી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોઠારિયા-લખતર રોડ અકસ્માતનું હબ બન્યો હોવાના પગલે આ માર્ગ પર લોકજાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરાયો છે. બાઈક રેલીમાં જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી.

App Store