VIDEO: સુરેન્દ્રનગરમાં ધોરણ નવનો વર્ગ બંધ થતા વાલીઓનું ઉપવાસ આંદોલન શરૂ થયું
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા બંધ કરવાના નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરની 60 વર્ષ જૂની સી.યુ. શાહ ગ્રાન્ટેડ શાળામાં પૂરતી વિદ્યાર્થી સંખ્યા ન હોવાનું કારણ આપી ધોરણ-9નો વર્ગ આજથી બંધ કરવામાં આવ્યો છે. વર્ગ બંધ થતાં 21 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અસરગ્રસ્ત થવાની ભીતિ વચ્ચે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં જ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. શાળા સંચાલન દ્વારા સ્વખર્ચે ધોરણ 9નો વર્ગ ચાલુ રાખવા માટે ભલામણ કરવામાં આવી હોવા છતાં શિક્ષણ વિભાગના આદેશ બાદ વર્ગ બંધ કરવામાં આવ્યો છે. નિર્ણયને લઈને શાળા સંચાલકો અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ શિક્ષણ વિભાગને નિર્ણય પર પુનર્વિચાર કરી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન અટકે તેવી માંગ કરી છે.

