VIDEO: સુરેન્દ્રનગરમાં 1200 વર્ષ જૂના સ્વયંભૂ ગણેશ મંદિરે ધમાકેદાર ઉજવણી: દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા 1200 વર્ષ પ્રાચીન સ્વયંભૂ ગણપતિજીના મંદિરે ગણેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. ધરતીમાંથી પ્રગટ થયેલા દાદાના દર્શન કરવા વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ધ્વજારોહણ, મંગળા આરતી, મહાઅભિષેક અને મોદકના ભોગ સાથે વિશેષ પાઠનું આયોજન કરાતાં સમગ્ર સુરેન્દ્રનગર ભક્તિમય બન્યું છે.

