Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Police arrest gang of habitual criminals stealing solar panels in Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરમાં સોલર પ્લેટોની ચોરી કરતી રીઢા ગુનેગારોની ટોળકીની પોલીસે કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સોલર પ્લાન્ટ્સ અને સોલર ઉત્પાદિત કરતી કંપનીઓને ટાર્ગેટ કરતી એક રીઢા ચોરોની ટોળકી સક્રિય થઈ હતી. આ ટોળકીએ પોલીસના નાકે દમ લાવી દીધો હતો, પરંતુ અંતે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ટીમોને મોટી સફળતા મળી છે. કટારીયા ગામની સીમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

App Store

ચોરી કરવાની ખાસ પદ્ધતિ

આ ટોળકી અત્યંત શાતિર રીતે સોલર પ્લાન્ટ્સની રેકી કરતી હતી અને રાત્રિના સમયે તક જોઈને મોટી સંખ્યામાં સોલર પ્લેટોની ચોરી કરી ફરાર થઈ જતી હતી. તાજેતરમાં સુરેન્દ્રનગરના કટારીયા ગામની સીમમાં આવેલા સોલર પ્લાન્ટમાં આ ટોળકીએ હાથફેરો કર્યો હતો, જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ

LCBની ટીમે બાતમીના આધારે આ ચોરીમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય 'માસ્ટર માઈન્ડ' સહદેવ પરનાળીયા, દેવરાજ પરનાળીયા અને કિશોર બારડની ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરી કરેલી 24 જેટલી સોલર પ્લેટો જપ્ત કરી છે. આ પ્લેટોની કિંમત લાખોમાં હોવાનું મનાય છે.

ગુજરાતવ્યાપી નેટવર્ક હોવાની શંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ ટોળકી માત્ર સુરેન્દ્રનગર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં સોલર પ્લેટોની ચોરી કરતી હોઈ શકે છે. હાલમાં પોલીસ આ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ ટોળકીએ અન્ય કયા કયા પ્લાન્ટ્સને ટાર્ગેટ કર્યા છે અને આ નેટવર્ક સાથે બીજા કેટલા લોકો જોડાયેલા છે.